Nothing Special   »   [go: up one dir, main page]

લખાણ પર જાઓ

બિપિનચંદ્ર પાલ

વિકિપીડિયામાંથી
બિપિનચંદ્ર પાલ
જન્મની વિગત(1858-11-07)7 November 1858
હબીબગંજ સદર, સિલહટ જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત, (વર્તમાન બાંગ્લાદેશ)
મૃત્યુ20 May 1932(1932-05-20) (ઉંમર 73)
કલકત્તા (વર્તમાન કોલકાતા), બ્રિટીશ ભારત
રાષ્ટ્રીયતાબ્રિટીશ ભારતીય
શિક્ષણ સંસ્થાકલકત્તા વિશ્વવિદ્યાલય
વ્યવસાયરાજનેતા
લેખક
સ્વાતંત્ર્ય સેનાની
વક્તા
સમાજ સુધારક
સંસ્થાબ્રહ્મ સમાજ
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
ચળવળભારતીય સ્વતંત્રતા ચળવળ
હસ્તાક્ષર

બિપિન ચંદ્ર પાલ (૭ નવેમ્બર ૧૮૫૮ – ૨૦ મે ૧૯૩૨) એક ભારતીય રાષ્ટ્રવાદી, લેખક, વક્તા, સમાજ સુધારક અને ભારતીય સ્વતંત્રતા ચળવળના સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓ "લાલ બાલ પાલ" ત્રિપુટીનો એક ભાગ હતા.[] પાલ, શ્રી અરવિંદની સાથે સ્વદેશી ચળવળના મુખ્ય સ્થપતિઓમાંના એક હતા. તેમણે બ્રિટીશ વસાહતી (સંસ્થાનવાદી) સરકાર દ્વારા બંગાળના ભાગલાનો પણ વિરોધ કર્યો હતો.

પ્રારંભિક જીવન અને પૃષ્ઠભૂમિ

[ફેરફાર કરો]

બિપિનચંદ્ર પાલનો જન્મ બ્રિટીશ ભારતના બંગાળ પ્રેસિડેન્સીના સિલહટ જિલ્લાના હબીબગંજ સદર ખાતે એક હિન્દુ બંગાળી કાયસ્થ પરિવારમાં થયો હતો.[] તેમના પિતાનું નામ રામચંદ્ર પાલ હતું, જેઓ એક પર્શિયન વિદ્વાન હતા અને જમીનના નાના માલિક હતા. તેમણે કલકત્તા વિશ્વવિદ્યાલયની સંલગ્ન કોલેજ ચર્ચ મિશન સોસાયટી કોલેજ (વર્તમાન સેન્ટ પોલ્સ કેથેડ્રલ મિશન કોલેજ)માં અભ્યાસ કર્યો હતો અને અધ્યાપન કર્યું હતું.[] તેમણે ઇંગ્લેન્ડની ઓક્સફર્ડની ન્યૂ માન્ચેસ્ટર કોલેજમાં એક વર્ષ (૧૮૯૯ – ૧૯૦૦) સુધી તુલનાત્મક ધર્મશાસ્ત્રનો અભ્યાસ પણ કર્યો હતો, પરંતુ અભ્યાસક્રમ પૂરો કર્યો ન હતો.[] તેમના પુત્રનું નામ નિરંજન પાલ હતું. તેઓ બોમ્બે ટોકીઝના સ્થાપકોમાંના એક હતા. એક જમાઈ એસ. કે. ડે આઈસીએસ અધિકારી હતા, જેઓ પાછળથી કેન્દ્રીય મંત્રી બન્યા હતા. તેમના બીજા જમાઈ સ્વાતંત્ર્ય સેનાની ઉલ્લાસકર દત્તા હતા જેમણે લીલા દત્તા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રથમ પત્નીનું અવસાન થયા બાદ તેઓ વિધવા સાથે પુનર્લગ્ન કરી બ્રહ્મ સમાજમાં જોડાયા હતા.[]

પ્રદાન

[ફેરફાર કરો]

પાલને ભારતમાં ક્રાંતિકારી વિચારોના જનક તરીકે ઓળખવામાં આવે છે.[] પાલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મુખ્ય નેતા બન્યા. ૧૮૮૭માં યોજાયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મદ્રાસ અધિવેશનમાં બિપિન ચંદ્ર પાલે ભેદભાવપૂર્ણ પ્રકૃતિના શસ્ત્ર અધિનિયમને રદ કરવા માટે એક મજબૂત રજૂઆત કરી હતી. ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લાલા લાજપતરાય અને બાલ ગંગાધર તિલકની સાથે તેઓ લાલ-બાલ-પાલની ત્રિપુટી તરીકે જાણીતા હતા. શ્રી અરવિંદ ઘોષ અને પાલને પૂર્ણ સ્વરાજ, સ્વદેશી, બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણના આદર્શોની આસપાસ ફરતી નવી રાષ્ટ્રીય ચળવળના મુખ્ય પુરસ્કર્તા તરીકે માન્યતા આપવામાં આવી હતી. તેમના કાર્યક્રમમાં સ્વદેશી, બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણનો સમાવેશ થતો હતો. તેમણે સ્વદેશીના ઉપયોગ અને ગરીબી અને બેકારી નાબૂદ કરવા માટે વિદેશી ચીજવસ્તુઓના બહિષ્કારનો ઉપદેશ આપ્યો અને પ્રોત્સાહન આપ્યું હતું. તેઓ સામાજિક દૂષણોને દૂર કરવા માગતા હતા અને રાષ્ટ્રીય અલોચના દ્વારા રાષ્ટ્રવાદની લાગણીઓને જગાડવા માગતા હતા. તેમને બ્રિટીશ વસાહતી સરકાર સાથે અસહકારના રૂપમાં હળવા વિરોધોમાં વિશ્વાસ ન હતો. તેમના જીવનના છેલ્લા છ વર્ષ દરમિયાન, તેમણે કોંગ્રેસ સાથેનો સાથ છોડી દીધો અને એકલવાયું જીવન જીવ્યા હતા. શ્રી ઓરોબિંદોએ તેમને રાષ્ટ્રવાદના સૌથી શક્તિશાળી પયગંબરોમાંના એક તરીકે ઓળખાવ્યા હતા. બિપિન ચંદ્ર પાલે સામાજિક અને આર્થિક બદીઓને દૂર કરવાના પ્રયાસો કર્યા હતા. તેમણે જાતિપ્રથાનો વિરોધ કર્યો હતો અને વિધવા પુનર્લગ્નની હિમાયત કરી હતી. તેમણે ૪૮ કલાકના કાર્યકારી સપ્તાહની હિમાયત કરી હતી અને કામદારોના વેતનમાં વધારો કરવાની માંગ કરી હતી. તેમણે ગાંધીજીની રીતો પ્રત્યે પોતાનો અણગમો વ્યક્ત કર્યો હતો.[]

એક પત્રકાર તરીકે, પાલે બંગાળ પબ્લિક ઓપિનિયન, ધ ટ્રિબ્યુન અને ન્યૂ ઇન્ડિયા માટે કામ કર્યું હતું, જ્યાં તેમણે રાષ્ટ્રવાદી વિચારોનો પ્રચાર કર્યો હતો.[]તેમણે ચીન અને અન્ય ભૂ-રાજકીય પરિસ્થિતિઓમાં થઇ રહેલા ફેરફારો અંગે ભારતને ચેતવણી આપતા કેટલાક લેખો લખ્યા હતા. ભારત માટે ભવિષ્યનું જોખમ ક્યાંથી આવશે તેનું વર્ણન કરતા પોતાના એક લખાણમાં પાલે "અવર રિયલ ડેન્જર" શીર્ષક હેઠળ લખ્યું હતું.[]

પંજાબ પ્રાંતના લાલા લાજપતરાય (ડાબે), મહારાષ્ટ્રના બાલ ગંગાધર તિલક અને બંગાળના બિપિનચંદ્ર પાલ. લાલ બાલ પાલ તરીકે જાણીતી આ ત્રિપુટીએ ભારતીય સ્વતંત્રતા આંદોલનની રાજનૈતિક દૃષ્ટિ બદલી નાખી હતી.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Ashalatha, A.; Koropath, Pradeep; Nambarathil, Saritha (2009). "Chapter 6 – Indian National Movement" (PDF). Social Science: Standard VIII Part 1. Government of Kerala • Department of Education. State Council of Educational Research and Training (SCERT). પૃષ્ઠ 72. મેળવેલ 13 October 2011.
  2. M.K. Singh (2009). Encyclopedia Of Indian War Of Independence (1857–1947). Anmol Publications. પૃષ્ઠ 130. Bipin Chandra Pal (1858–1932) a patriot, nationalist politician, renowned orator, journalist, and writer. Bipin Chandra Pal was born on 7 November 1858 in Sylhet in a wealthy Hindu Kayastha family
  3. "List of distinguished alumni". મૂળ માંથી 25 September 2012 પર સંગ્રહિત. મેળવેલ 22 December 2019.
  4. "Making Britain". The Open University. મેળવેલ 20 May 2022.
  5. ૫.૦ ૫.૧ "Bipin Chandra Pal: As much a revolutionary in politics, as in his private life". 12 January 2020. મૂળ માંથી 12 January 2020 પર સંગ્રહિત. મેળવેલ 21 March 2020.
  6. "Bipin Chandra Pal". youtube. 19 May 2014. મૂળમાંથી અહીં સંગ્રહિત 18 જુલાઈ 2017. મેળવેલ 21 ડિસેમ્બર 2022. Check date values in: |archive-date= (મદદ)CS1 maint: bot: original URL status unknown (link)
  7. Sequeira, Dolly (2018). Total History & Civics. India: Morning Star (A unit of MSB Publishers Pvt. Ltd). પૃષ્ઠ 53. મૂળ માંથી 2020-04-03 પર સંગ્રહિત. મેળવેલ 2022-12-21.
  8. Madhav, Ram (2014). Uneasy neighbours : India and China after 50 years of the war. New Delhi: Har-Anand Publications. પૃષ્ઠ 10, 11, 12. ISBN 978-81-241-1788-0.

પૂરક વાંચન

[ફેરફાર કરો]
  • Owen, N (2007), The British Left and India, Oxford University Press, ISBN 978-0-19-923301-4 
  • Lenman, Bruce; Marsden, Hilary, સંપાદકો (2005). Chambers Dictionary of World History. London: Chambers Harrap. ISBN 978-0-550-10094-8Credo Reference વડે.
  • Pal, Bipin Chandra (1916), Nationality and Empire, Thacker, Spink & Co / Low Price Publications, ISBN 81-7536-274-X