Nothing Special   »   [go: up one dir, main page]

લખાણ પર જાઓ

ચિતરંજનદાસ

વિકિપીડિયામાંથી
દેશબંધુ ચિતરંજન દાસ
শ্রী চিত্তরঞ্জন দাস
જન્મની વિગત(1870-11-05)5 November 1870
તેલીરબાગ, ઢાકા, કલકત્તા, બંગાળ પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત
મૃત્યુ16 June 1925(1925-06-16) (ઉંમર 55)
દાર્જિલિંગ, બ્રિટીશ ભારત
રાષ્ટ્રીયતાબ્રિટીશ ભારતીય
વ્યવસાયવકીલ (બેરિસ્ટર)
પ્રખ્યાત કાર્યભારતીય સ્વતંત્રતા ચળવળના પ્રમુખ નેતાઓ પૈકીના એક
પદ"દેશબંધુ"
રાજકીય પક્ષ
ચળવળઅનુશીલન સમિતિ
ભારતીય સ્વતંત્રતા ચળવળ
જીવનસાથીબસન્તી દેવી
સંતાનો

ચિતરંજનદાસ (બંગાળી ભાષા:চিত্তরঞ্জন দাস Chittorônjon Dash), (૫ નવેમ્બર ૧૮૭૦ – ૧૬ જૂન ૧૯૨૫) બંગાળનાં જાણીતા વકીલ અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક પ્રમુખ કાર્યકર્તા તેમજ સ્વરાજ પાર્ટીના સંસ્થાપક નેતા હતા. તેઓ "દેશબંધુ" ના નામે પણ જાણીતા હતા.

જીવન પરિચય

[ફેરફાર કરો]

ચિતરંજનદાસનો જન્મ ૫ નવેમ્બર ૧૮૭૦ ના રોજ તેલીરબાગ, ઢાકાના પ્રખ્યાત દાસ પરીવારમાં કલકત્તા ખાતે થયો હતો. દાસ પરીવાર બ્રહ્મ સમાજના સભ્ય હતા. ચિતરંજન, ભુવન મોહન દાસના પુત્ર અને બ્રહ્મ સમાજ સુધારક દુર્ગા મોહન દાસના ભત્રીજા હતા. તેમના પિતા કલકત્તા ઉચ્ચ ન્યાયાલયના જાણીતા વકીલ અને પત્રકાર હતા જેમણે અંગ્રેજી ચર્ચ સાપ્તાહિક ધ બ્રહ્મો પબ્લિક ઓપિનિયનનું સંપાદન કર્યું. તેમણે બસન્તી દેવી (૧૮૮૦–૧૯૭૪) સાથે લગ્ન કર્યા. તેમને ત્રણ સંતાનો હતાં; અપર્ણા દેવી (૧૮૯૮–૧૯૭૨), ચિરરંજનદાસ (૧૮૯૯–૧૯૨૮) અને કલ્યાણી દેવી(૧૯૦૨–૧૯૮૩).

ચિતરંજનદાસનો પરીવાર વકીલોનો પરીવાર હતો. ૧૮૯૦મં બી.એ.ની પરીક્ષા પાસ કર્યા બાદ ચિતરંજનદાસ આઇ.સી.એસ બનવા માટે ઇંગ્લેન્ડ ચાલ્યા ગયા અને ૧૮૯૨માં બેરિસ્ટર બનીને ભારત પાછા ફર્યા.

કારકિર્દી

[ફેરફાર કરો]

વકીલાત

[ફેરફાર કરો]
અલીપોર બોમ્બ વિસ્ફોટ પ્રકરણ દરમિયાન અલીપોર સેશન કોર્ટનો ટ્રાયલ રૂમ

ભારત પાછા ફર્યા બાદ તેમણે વકીલાત શરૂ કરી પરંતુ ૧૮૯૪માં આશ્ચર્યજનક પગલું ભરતાં તેમણે વકીલાતનો પોતાનો ધીકતો વ્યવસાય છોડી દીધો તથા અંગ્રેજ શાસન વિરુદ્ધના અસહકાર આંદોલનમાં સક્રિય રીતે જોડાયાં.[] ૧૯૦૯માં અલીપોર બોમ્બ વિસ્ફોટ પ્રકરણ અંતર્ગત અરવિંદ ઘોષ પર લાગેલા રાજદ્રોહના આરોપોનો સફળતાપૂર્વક બચાવ કર્યો. શ્રી અરવિંદે તેમના ઉત્તરપાડાના ભાષણમાં ચિતરંજન દાસનો જાહેર આભાર માનતા જણાવ્યું કે અલીપોર પ્રકરણમાં ચિતરંજન દાસે તેમને બચાવવા માટે પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના ખૂબ જ મહેનત કરી હતી.

રાષ્ટ્રીય નેતા

[ફેરફાર કરો]

ચિતરંજનદાસ અનુશીલન સમિતિની પ્રવૃત્તિઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા.[] ૧૯૧૯–૧૯૨૨ના અસહયોગ આંદોલન દરમિયાન તેઓ બંગાળના અગ્રણી નેતા હતા. તેમણે બ્રિટીશ કાપડ પર પ્રતિબંધ મૂકવાની સાથે વિદેશી કપડાંની હોળી કરી ખાદીના કપડાં પહેરવાની શરૂઆત કરી. તેમણે ફોરવર્ડ નામનું દૈનિક ચાલું કર્યું જેને બાદમાં બ્રિટીશ શાસન વિરુદ્ધની લડત માટે લિબર્ટી નામ અપાયું. કલકત્તા નગર નિગમની સ્થાપના થતાં તેઓ તેના પ્રથમ મેયર બન્યા. તેઓ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે અહિંસા અને સંવૈધાનિક પદ્ધતિમાં વિશ્વાસ ધરાવતા હતા તથા હિંદુ–મુસ્લિમ એકતા, સહયોગ અને સાંપ્રદાયિક સદ્‌ભાવની તરફેણ કરતા હતા. મહાત્મા ગાંધીના જૂથના નો કાઉન્સિલ એન્ટ્રી ઠરાવને અનુમોદન ન મળતાં તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગયા ખાતેના અધિવેશનમાં અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું. ૧૯૨૩માં તેમણે મોતીલાલ નહેરૂ તથા હુસૈન શહીદ સુહરાવર્દીના સહયોગથી સ્વરાજ પાર્ટીની સ્થાપના કરી.

૧૯૬૫ની ટપાલ ટિકિટ પર ચિતરંજનદાસ

નરમ સ્વાસ્થ્યને પગલે તેઓ દાર્જિલિંગ ચાલ્યા ગયા હતા જ્યાં ૧૬ જૂન ૧૯૨૫ના રોજ તેમનું નિધન થયું હતું.

સન્માન

[ફેરફાર કરો]
  • ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમના સન્માનમાં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે.[]

ચિત્ર ઝરૂખો

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Muktiprana, Parivrajika (1960), Bhagini Nividita, p. 298 
  2. Mukhopadhyay, Haridas; Mukhopadhyay, Uma (1960), Swadeshi Andolan O Banglar Nayayug, p. 155 
  3. Jain, Manik (2008). Phila India Guide Book. Philatelia.