મે ૪
Appearance
૪ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૨૪મો (લિપ વર્ષ દરમ્યાન ૧૨૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૪૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૪૯૪ – કોલંબસે (Christopher Columbus) જમૈકા (Jamaica)માં ઉતરાણ કર્યું.
- ૧૭૯૯ – ચોથું એંગ્લો - મૈસૂર યુદ્ધ: શ્રીરંગપટ્ટનમની (Seringapatam) લડાઇ: ટીપુ સુલ્તાન (Tipu Sultan), બ્રિટિશ લશ્કરનાં હાથે મરાયો અને શ્રીરંગપટ્ટનમનો ઘેરો સમાપ્ત થયો.
- ૧૯૦૪ – અમેરિકા દ્વારા પનામા નહેર (Panama Canal)નું બાંધકામ શરૂ થયું.
- ૧૯૫૩ – અંગ્રેજી ભાષાના સાહિત્યકાર અર્નેસ્ટ હેમિંગ્વે (Ernest Hemingway)ને તેમનાં પુસ્તક "ધ ઓલ્ડમેન એન્ડ ધ સી" માટે પુલિત્ઝર પ્રાઇઝ (Pulitzer Prize) અપાયું.
- ૧૯૫૯ – પ્રથમ વાર્ષિક ગ્રેમી પુરસ્કાર સમારોહ યોજવામાં આવ્યો.
- ૧૯૭૯ – 'માર્ગારેટ થેચર', યુનાઇટેડ કિંગડમનાં પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
- ૧૯૯૦ – લાટવિયાએ સોવિયેત યુનિયનથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
જન્મ
[ફેરફાર કરો]- ૧૦૦૬ – ખ્વાજા અબ્દુલ્લા અન્સારી, પર્શિયન રહસ્યવાદી અને કવિ (અ. ૧૦૮૮)
- ૧૬૪૯ – બુંદેલખંડ કેસરી તરીકે જાણીતા મહારાજા છત્રસાલ (Maharaja Chhatrasal) (અ. ૧૭૩૧)
- ૧૭૬૭ – સંત ત્યાગરાજ, ભક્તિમાર્ગી કવિ અને કર્ણાટક સંગીતના મહાન સંગીતજ્ઞ. (અ. ૧૮૪૭)
અવસાન
[ફેરફાર કરો]- ૧૭૯૯ – ટીપુ સુલતાન, મૈસુર રાજ્યના શાસક (જ. ૧૭૫૦)
- ૧૯૯૧ - ચંદ્રવદન મહેતા, ગુજરાતી સાહિત્યકાર. (જ.૧૯૦૧)