Nothing Special   »   [go: up one dir, main page]

લખાણ પર જાઓ

ડિસેમ્બર ૫

વિકિપીડિયામાંથી

૫ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૩૯મો (લિપ વર્ષ દરમ્યાન ૩૪૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૪૯૨ – ક્રિસ્ટોફર કોલંબસ હિસ્પાનિઓલા ટાપુ (વર્તમાન હૈતી અને ડોમિનિકન રિપબ્લિક) પર પગ મૂકનાર પ્રથમ યુરોપિયન બન્યા.
  • ૧૯૧૭ – કેનેડા ખાતે બે જહાજો વચ્ચેની ભીષણ ટક્કરમાં ઓછામાં ઓછા ૧૫૦૦ (પંદરસો) વ્યક્તિઓનાં મરણ થયાં.
  • ૧૯૨૨ – બ્રિટિશ સંસદ દ્વારા 'આયરિશ સ્વતંત્ર રાજ્ય સંવિધાન અધિનિયમ'ને સ્વીકૃતિ આપવામાં આવી.
  • ૧૯૪૬ – ભારતમાં હોમગાર્ડ સંગઠનની સ્થાપના થઈ.
  • ૧૯૭૧ – ભારત સરકારે બાંગ્લાદેશને એક સ્વતંત્ર રાષ્ટ્રના રૂપમાં માન્યતા આપી.
  • ૧૯૭૩ – ગેરાલ્ડ ફોર્ડએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા.
  • ૨૦૦૧ – અમેરિકન સેનાઓએ ઓસામા બિન લાદેનના અફઘાનિસ્તાન સ્થિત તોરા બોરાના પહાડી સ્થળ પર કબ્જો કર્યો.
  • ૨૦૦૩ – ચીનમાં પહેલી વાર આયોજિત વિશ્વ સુંદરી પ્રતિયોગિતામાં આયરલેન્ડની રોસન્ના દાવિસન વિજયી બની.
  • ૨૦૦૬ – જોસેફ કબીલા ચાર દશકમાં કાંગો દેશના લોકતાંત્રિક ઢબે પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા.
  • ૨૦૧૭ – આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ રશિયાને ૨૦૧૪ના શિયાળુ ઓલિમ્પિકમાં ડોપિંગ માટે જવાબદાર ઠેરવી ૨૦૧૮ના શિયાળુ ઓલિમ્પિકમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો.
  • ૧૭૩૨ – વારેન હેસ્ટીંગ, ઈસ્ટ ઇંડિયા કંપનીના પ્રથમ ગવર્નર
  • ૧૮૯૮ – જોશ મલીહાબાદી, ભારતીય-પાકિસ્તાની કવિ અને અનુવાદક (અ. ૧૯૮૨)
  • ૧૯૬૫ – મનીષ મલ્હોત્રા, ભારતીય ફેશન ડિઝાઇનર
  • ૧૯૭૪ – રવીશ કુમાર, ભારતીય પત્રકાર અને લેખક
  • ૧૯૮૫ – શિખર ધવન, ભારતીય ક્રિકેટર

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]