Nothing Special   »   [go: up one dir, main page]

લખાણ પર જાઓ

બાદશાહનો હજીરો

વિકિપીડિયામાંથી
બાદશાહનો હજીરો
બાદશાહનો હજીરો (૧૮૬૦)
ધર્મ
જોડાણઇસ્લામ
જિલ્લોઅમદાવાદ જિલ્લો
સ્થિતિસક્રિય
સ્થાન
સ્થાનઅમદાવાદ
નગરપાલિકાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
રાજ્યગુજરાત
બાદશાહનો હજીરો is located in ગુજરાત
બાદશાહનો હજીરો
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ23°01′26″N 72°35′18″E / 23.0239575°N 72.5883574°E / 23.0239575; 72.5883574Coordinates: 23°01′26″N 72°35′18″E / 23.0239575°N 72.5883574°E / 23.0239575; 72.5883574
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારમસ્જિદ અને કબર
સ્થાપત્ય શૈલીભારતીય-ઇસ્લામિક સ્થાપત્ય
આર્થિક સહાયમોહમ્મદશાહ
ગુંબજો
NHL તરીકે સમાવેશરાષ્ટ્રીય મહત્વનું સ્મારક
ASI સ્મારક ક્રમાંક N-GJ-9

અહમદ શાહની કબર સ્થાનિક સ્તરે બાદશાહનો હજીરો અથવા રાજાનો હજીરો તરીકે જાણીતી છે. તે જામા મસ્જિદ, અમદાવાદ અને માણેક ચોકની નજીક આવેલી એક મધ્યયુગીન મસ્જિદ અને કબરોનો સમૂહ છે.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]
બાદશાહનો હજીરો
'નૌબત' વગાડતા પરંપરાગત ઢોલીઓ

આ મસ્જિદના કેન્દ્રમાં અમદાવાદના સ્થાપક અહમદ શાહ પ્રથમની કબર છે. કબરનું બાંધકામ તેમના પુત્ર મોહમ્મદ શાહ દ્વિતીય (૧૪૪૨-૧૪૫૧) દ્વારા પૂરું કરવામાં આવ્યું હતું, જે તેમની ડાબી બાજુ દફન કરવામાં આવ્યા છે. તેમના પૌત્ર કુતુબ-ઉદ્‌-દિન અહમદ શાહ દ્વિતીય (૧૪૫૧-૧૪૫૮) તેમની જમણી બાજુ દફનાવવામાં આવ્યા છે. અહમદ શાહના ભાઈની કબર મુખ્ય ભવનની બહાર છે. અહમદ શાહની કબર પર હાલ પણ ફૂલો અને ચાદર ચઢાવવામાં આવે છે.[]

સ્થાપત્ય

[ફેરફાર કરો]

મસ્જિદમાં મુખ્ય ચોરસ ઇમારત છે, જેમાં વિશાળ મધ્ય ગુંબજ છે. ચારેય ખૂણામાં ચાર ખંડ છે, જેમાં નાના ગુંબજો છે. કબરો મધ્યમાં છે. ભવનમાં બારીક કોતરણી વાળી પથ્થરની જાળીઓ છે.[][]

અહીં મહિલાઓને પ્રવેશની પરવાનગી નથી તથા પુરુષોએ પ્રવેશતા પહેલા પોતાનું માથું ઢાંકવાનું રહે છે. માર્ગ પર કેટલાક મંત્રીઓની કબરો પણ છે.[]

'નૌબત' એક પરંપરાગત વાદ્યજૂથ છે, જેણે રાજાના આગમન અને વિદાયની જાહેરાત કરી હતી, મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું, યુદ્ધોની શરૂઆત અને રાજવી પરિવારના જન્મ, મૃત્યુ અથવા લગ્ન જેવા વિશેષ પ્રસંગોનું સ્વાગત કર્યું હતું. હજુ પણ કબર નજીક અહમદ શાહની યાદમાં 'નૌબત' વગાડવામાં આવે છે. 'નૌબત' સંગીતકારોની નવમી પેઢીના સંગીતકારો કબરના પ્રવેશદ્વારની ઉપર આવેલા 'નૌબત ખાના' (સંગીતખંડ)માં દરરોજ 'નગારા' અને 'શરણાઈ' વગાડે છે. શાહી સમયગાળામાં સાંજે 'નૌબત' વગાડીને સૂર્યાસ્તની અને રાત્રે કિલ્લાના દરવાજા બંધ કરવાની જાહેરાત કરવામાં આવતી હતી.[]

ચિત્રદીર્ઘા

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ Ward (1 January 1998). Gujarat–Daman–Diu: A Travel Guide. Orient Longman Limited. પૃષ્ઠ 26–27. ISBN 978-81-250-1383-9.
  2. Ward (1 January 1998). Gujarat–Daman–Diu: A Travel Guide. Orient Longman Limited. પૃષ્ઠ 22. ISBN 978-81-250-1383-9.
  3. Dr. Shiv Sharma. India - A Travel Guide. Diamond Pocket Books (P) Ltd. પૃષ્ઠ 491. ISBN 978-81-284-0067-4.
  4. Anjali H. Desai (November 2006). India Guide Gujarat. India Guide Publications. પૃષ્ઠ 93. ISBN 978-0-9789517-0-2.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]