હિંદ સ્વરાજ
લેખક | મહાત્મા ગાંધી |
---|---|
ભાષા | ગુજરાતી |
હિંદ સ્વરાજ અથવા ઇન્ડિયન હોમ રૂલ મોહનદાસ કે. ગાંધી દ્વારા ૧૯૦૯માં લખાયેલું એક પુસ્તક છે. તેમાં તેમણે સ્વરાજ, આધુનિક સભ્યતા, યાંત્રિકીકરણ વગેરે અંગેના પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.[૧] પુસ્તક પર ૧૯૧૦માં અંગ્રેજો દ્વારા પ્રતિબંધ મૂકાયો હતો.
અવલોકન
[ફેરફાર કરો]મોહનદાસ ગાંધીએ એસએસ કિલ્ડોનન કાસલ પર નવેમ્બર ૧૩ અને નવેમ્બર ૨૨ ૧૯૦૯ દરમિયાન લંડનથી દક્ષિણ આફ્રિકા સુધી મુસાફરી કરતી વખતે તેમણે આ પુસ્તક લખ્યું હતું.[૨] તે સમય દરમિયાન ગાંધીજીએ જહાજમાં રહેલી સ્ટેશનરીથી આ પુસ્તક ગુજરાતી ભાષામાં લખ્યું હતું. ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ ઉપકુલપતિ જીતેન્દ્ર દેસાઇના જણાવ્યા અનુસાર, ૨૭૫ પાનાંની હસ્તપ્રતમાંથી લગભગ ચાલીસ પાનાં ગાંધીજીએ ડાબા હાથે લખ્યાં છે જ્યારે બાકીનાં જમણા હાથે લખ્યાં છે.[૩]
ગાંધીજીએ પુસ્તકમાં આધુનિક સમયમાં માનવતાની સમસ્યાઓ, કારણો, અને તેના ઉપાયો માટેનું નિદાન આપ્યું છે. ગુજરાતી આવૃત્તિના પ્રકાશન પર અંગ્રેજો દ્વારા ભારતમાં ૧૯૧૦માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ગાંધીએ પછી તેને અંગ્રેજીમાં ઇન્ડિયન હોમ રૂલ નામથી અનુવાદિત કર્યું. અંગ્રેજી આવૃત્તિ અંગ્રેજો દ્વારા પ્રતિબંધ કરવામાં નહતી આવી, જેમણે તારણ કાઢ્યું હતું કે પુસ્તકની અંગ્રેજી બોલતા ભારતીયોની અંગ્રેજો અને અંગ્રેજ વિચારોની પરાધીનતા પર ઓછી અસર પડશે. તેનો ફ્રેન્ચમાં પણ અનુવાદ કરવામાં આવ્યો છે.[૪]
મુખ્ય દલીલો
[ફેરફાર કરો]ગાંધીજીનું હિન્દ સ્વરાજ બે ચરિત્રો વચ્ચે સંવાદનું સ્વરૂપ લે છે, વાચક (ડૉ. પ્રાણજીવન મહેતા) અને સંપાદક (મહાત્મા ગાંધી). વાંચક મૂળભૂત રીતે એક લાક્ષણિક ભારતીય દેશબંધુ તરીકે કામ કરે જેને ગાંધી હિન્દ સ્વરાજ સાથે સંબોધન કરી રહ્યા હશે. વાંચક ભારતીય સ્વતંત્રતા સંબંધિત સમયની સામાન્ય માન્યતાઓ અને દલીલોનો અભિપ્રાય કરે છે. ગાંધી, સંપાદક, સમજાવે છે કે શા માટે તે દલીલો અપૂર્ણ છે અને તેમની પોતાની દલીલોને રજૂ કરે છે. 'સંપાદક' તરીકે ગાંધી કહે છે, "તમારો પૂર્વગ્રહ દૂર કરવા કોશિશ કરવી એ મારી ફરજ છે."
ત્યાર બાદના સંવાદમાં ગાંધીએ તેમની દલીલોની રચના કરતા ચાર વિષયોની રૂપરેખા આપી.[૫]
- પ્રથમ ગાંધી દલીલ કરે છે કે 'સ્વરાજ તે આપણા મનનું રાજ્ય છે'. તેઓ એવી દલીલ કરે છે કે અંગ્રેજોને ભારત છોડવા માટે ભારતીયો માત્ર અંગ્રેજ શૈલીના સમાજને અપનાવે તે પુરતું નથી. તેઓ કહે છે, "આપણને અંગ્રેજી રાજ્ય જોઈશે, પણ અંગ્રેજો નહીં જોઈએ. તમે વાઘનો સ્વભાવ માગો છો, પણ વાઘને માગતા નથી. એટલે કે તમે હિંદુસ્તાનને અંગ્રેજ બનાવવા માંગો છો. અને જ્યારે હિંદુસ્તાન અંગ્રેજી થશે ત્યારે તે હિંદુસ્તાન નહીં પણ ખરેખરું ઇંગ્લિસ્તાન કેહવાશે. આ સ્વરાજ મારા વિચારનું નથી."
- ગાંધી એ પણ દલીલ કરે છે કે ભારતીય સ્વતંત્રતાની ચાવી સત્યાગ્રહ, આત્મબળ કે દયાબળ છે. હકીકતમાં, હિંસાનો તિરસ્કાર કરતાં વધુ ગાંધી એ દલીલ કરે છે કે હિંસા બિનઉત્પાદકતા છે; તેના બદલે, તેઓ માને છે, હથિયારબળ કરતાં દયાબળ વધારે જોરાવર છે. હથિયારમાં હાનિ છે, દયામાં કદી નથી."
- સત્યાગ્રહને અમલ કરવા, ગાંધી જણાવે છે કે ભારતીયોને સર્વથા સ્વદેશી પકડવાની જરૂર છે, તેનો અર્થ એ કે અંગ્રેજો સાથે તમામ વેપાર અને વ્યવહારનો ઈનકાર કરવો. અંગ્રેજોને સંબોધતા તેઓ જણાવે છે,"તમે નહીં આપો તો અમે તમારા અરજદાર નહીં રહીએ. અમે અરજદાર હોઈશું તો તમે બાદશાિહ રહેશો. અમે તમારી સાથે રમવાના નથી." ગાંધી અહીં રસપ્રદ દલીલ કરે છે: જો અંગ્રેજોને ભારત વેપાર માટે જોઈએ છે, તો વેપારને સમીકરણ માંથી દૂર કરો.
- છેલ્લે, ગાંધી એવી દલીલ કરે છે કે જ્યાં સુધી ભારત પોતે પશ્ચિમી સંસ્કૃતિનો નકાર નઈ કરે ત્યાં સુધી તે ક્યારેય સ્વતંત્ર નહીં થાય. આ લખાણમાં તેઓ પશ્ચિમી સંસ્કૃતિની ગંભીરતાથી ટીકા કરે છે, અને દાવો કરે છે, "હિંદુસ્તાન અંગ્રેજોથી નહીં, પણ આજકાલના સુધારા નીચે કચરાયેલું છે." જોકે તેઓ માત્ર ભારતના સંબંધમાં સંસ્કૃતિ વિશે નથી બોલતા. તેમણે એવી દલીલ કરી, "આ સુધારો[પશ્ચિમી] એવો છે કે, જો આપણે ધીરજ રાખી બેસીશું તો સુધારાની હડફેટમાં આવેલા માણસો પોતે સળગાવેલી અગ્નિમાં બળી મરશે." પશ્ચિમી સંસ્કૃતિ માત્ર ભારત માટે અસ્વસ્થ નથી, પરંતુ પશ્ચિમ સંસ્કૃતિ તેના પોતાના સદ્ગુણ માટે અસ્વસ્થ છે.
આવકાર
[ફેરફાર કરો]હિંદ સ્વરાજને ગોપાલકૃષ્ણ ગોખલેએ "ગાંડા માણસનું કામ" કહ્યું હતું.[૬] સપ્ટેમ્બર ૧૯૩૮માં દાર્શનિક મેગેઝિન ધ આર્યન પાથ એ હિન્દ સ્વરાજ પર એક પરિસંવાદ પ્રકાશિત કર્યો હતો.[૭][૮] આ યોગદાનકર્તાઓ અનેક જાણીતા લેખકો હતા: ફ્રેડરિક સોડ્ડી, ક્લાઉડ હ્યુટન, જી. ડી. એચ. કોલ, સી. ડેલિસ બર્ન્સ, જોહ્ન મિડલટન મરી, જે. ડી. બેરેસફોર્ડ, હ્યુજ ફોસેટ, ગેરાલ્ડ હર્ડ અને આરીન રેથબોન.[૯] હિન્દ સ્વરાજ પરના તેમના પ્રતિસાદો "ઉત્સાહથી સન્માનજનક ટીકા" થી વિવિધ પ્રકારના હતા.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Hind Swaraj or Indian Home Rule (Complete Book Online)". મૂળ માંથી 2008-05-22 પર સંગ્રહિત. મેળવેલ 2021-01-20.
- ↑ Apr 8, Ashish Vashi / TNN /; 2009; Ist, 04:15. "Now, 'Hind Swaraj' in Bapu's own hand | India News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2021-01-20.CS1 maint: numeric names: authors list (link)
- ↑ Dec 31, Dilip PatelDilip Patel / Updated:; 2008; Ist, 03:51. "Sample Gandhi's ambidexterity". Ahmedabad Mirror (અંગ્રેજીમાં). મેળવેલ 2021-01-20.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
- ↑ Hind Swaraj Text in French
- ↑ હિન્દ સ્વરાજ (પૂર્ણ બુક ઓનલાઈન)
- ↑ Oct 3, Mumbai Mirror / Updated:; 2019; Ist, 10:16. "How to find Gandhi today: Column by Ashis Nandy". Mumbai Mirror (અંગ્રેજીમાં). મેળવેલ 2021-01-20.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
- ↑ Anthony J. Parel, "Introduction" to Gandhi: 'Hind Swaraj' and Other Writings. Cambridge University Press, 1997, ISBN 0521574315 (p. lix).
- ↑ Bhabani Bhattacharya, Mahatma Gandhi Arnold Heinemann Publishers, India (p. 176).
- ↑ Chandran David Srinivasagam Devanesen, The Making of the Mahatma. Orient Longmans, 1969 (p. 392).
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- વિકિમીડિયા કૉમન્સ પર PDF રૂપે પુસ્તક
- ગાંધી હેરિટેજ પોર્ટલ પર પર હિંદ સ્વરાજ.