Nothing Special   »   [go: up one dir, main page]

લખાણ પર જાઓ

સુલોચના (રામાયણ)

વિકિપીડિયામાંથી
સુલોચના
લક્ષમણ દ્વારા વધ કરાયેલા ઇન્દ્રજીતનું માથું મેળવતી સુલોચના.
અન્ય નામોપ્રમીલા
ગ્રંથોરામાયણના સંસ્કરણોમાં
મેઘનાદ વધ કાવ્ય
વ્યક્તિગત માહિતી
જીવનસાથીઇન્દ્રજીત
માતા-પિતા
  • શેષ (પિતા)

સુલોચના (સંસ્કૃત: सुलोचना ) હિંદુ સાહિત્યમાં દર્શાવવામાં આવેલ એક પાત્ર છે. તે સર્પોના રાજા શેષની પુત્રી છે અને તેણે રાવણના સૌથી મોટા પુત્ર ઇન્દ્રજીત સાથે લગ્ન કર્યા છે.[] જોકે સુલોચનાનો વાલ્મીકિ રામાયણમાં કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી, અને તે મહાકાવ્યના પછીના ગ્રંથો જેવા કે મહાભારત અને અન્ય સંસ્કરણોમાં તેમજ વિવિધ લોકગીતોમાં વર્ણવાઇ છે.[]

મેઘનાદ અને સુલોચના

[ફેરફાર કરો]

વિવિધ સાહિત્યમાં મુજબ ઇન્દ્ર પર વિજય મેળવ્યા પછી ઇન્દ્રજીત જ્યારે નાગલોક પર આક્રમણ કરે છે. નાગલોકના રાજા વાસુકિ ઇન્દ્રજીતને ચેતવણી આપે છે કે તેના મોટા ભાઇ નાગ દેવતા શેષ આ આક્રમણનો બદલો લેશે. આ સાથે આક્રમણ પછી સુલોચના ઇન્દ્રજીતના પ્રેમમાં પડે છે અને તેની સાથે લગ્ન કરે છે.

એક અન્ય કથા મુજબ સુલોચનાને મેળવવા માટે જ ઇન્દ્રજીતે નાગલોક પર આક્રમણ કર્યું હતું. વધુમાં, વાસુકિની ચેતવણી પછી પણ ઇન્દ્રજીત અને રાવણ આત્મવિશ્વાસમાં રહે છે શેષ ક્યારેય તેમને (હવે જમાઇ બનેલા ઇન્દ્રજીતને કે તેના પુત્રોને) નુકશાન પહોંચાડે નહીં.

રામ-રાવણના લંકાયુદ્દ દરમિયાન સુલોચનાને સમજાય છે કે બ્રહ્માએ કરેલી ભવિષ્યવાણી મુજબ ૧૪ વર્ષથી ન સુવાનું વ્રત રાખનાર લક્ષ્મણ જ તેના પિતા શેષનો અવતાર છે અને તે જ ઇન્દ્રજીતનો વધ કરશે. તે ઇન્દ્રજીતને યુદ્ધમાં ન જવા માટે વિનંતે છે (આ ઘટના મેઘનાદ વધ કાવ્યમાં વિસ્તૃત રીતે વર્ણવાઇ છે) પરંતુ ઇન્દ્રજીત આ વાત માનતો નથી અને યુદ્ધમાં જાય છે. શરૂઆતમાં રામ-લક્ષ્મણને તે નાગપાશ વડે મૂર્છિત કરે છે. પરંતુ, છેવટે લક્ષ્મણ ઇન્દ્રજીતનો વધ કરે છે. સુલોચનાને રામાયણના અન્ય સંસ્કરણોમાં તેના પતિના મૃત્યુ પછી રામ-લક્ષ્મણ પાસેથી પતિનું માથું મેળવતી અને રામની ભક્ત હતી તેવું દર્શાવાયું છે.[] સુલોચનાને ઇન્દ્રજીતના મૃત્યુ પછી સતી થઇ હતી તેવું કહેવાય છે.[]

અન્ય સાહિત્યમાં

[ફેરફાર કરો]

લોકગીત મેઘનાદ વધ કાવ્યમાં , પ્રમીલાને ઈન્દ્રજીતની પત્ની હોવાનું કહેવાય છે. પ્રમીલાને સુલોચનાનું બીજું નામ માનવામાં આવે છે.[સંદર્ભ આપો]

સુલોચનાનું લોકગીતમરાઠી સ્ત્રીઓનું પ્રિય લોકગીત છે, જે મોટાભાગના પરિવારોમાં ગવાય છે. જાણીતા તમિલ વિદ્વાન એસ.કે. રામરાજને ઈન્દ્રજીતની કરૂણાંતિકા, મેઘનાધમ, ઈન્દ્રજિતની પત્ની સુલોચનાનું લોકપ્રિય પાત્રાલેખન કર્યું હતું.

તેલુગુ કવિ ગોન બુદ્ધરેડીના રંગનાથ-રામાયણ તરીકે પ્રસિદ્ધ સંસ્કરણમાં સતી સુલોચનાનો પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે.[]

લોકપ્રિય સંસ્કૃતિમાં

[ફેરફાર કરો]

સુલોચનાની કથા જી.વી. સાને દ્વારા નિર્દેશિત મૂંગા ચલચિત્ર સતી સુલોચના (૧૯૨૧) સહિત ઘણા બધાં ચલચિત્રોનો આધાર રહી છે. ત્યારબાદ સતી સુલોચના (૧૯૩૪) નામનું કન્નડ ચલચિત્ર કન્નડ ભાષાનું પ્રથમ બોલતું ચલચિત્ર બન્યું. તેલુગુ ચલચિત્ર સતી સુલોચના ૧૯૬૧માં રજૂ થયું હતું, જેમાં એન.ટી. રામા રાવે મુખ્ય અભિનેતા તરીકે ભાગ ભજવ્યો હતો. વિક્રમ ગોખલે અને જયશ્રી ગડકર અભિનીત બાબુભાઈ મિસ્ત્રીનું હિંદી ચલચિત્ર સતી નાગ કન્યામાં પણ સુલોચનાને મુખ્ય પાત્ર તરીકે દર્શાવાઇ છે.

કલ્ટિસ્ટ સિમ્યુલેટર નામની લોકપ્રિય કોમ્પ્યુટર વિડિઓ ગેમમાં સુલોચના અમાવસ્યા નામનું એક પાત્ર છે. પૌરાણિક સુલોચનાની જેમ આ પાત્ર પણ તેની તેજીલી અને રહસ્યમયી આંખો તેમજ શાંત સ્વભાવ અને દેખાવ માટે જાણીતું છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Das 2005.
  2. Singh, Avadhesh K. (2007). Rāmāyaṇa Through the Ages: Rāma, Gāthā in Different Versions (અંગ્રેજીમાં). D.K. Printworld. ISBN 978-81-246-0416-8.
  3. Mittal, J. P. (2006). History Of Ancient India (a New Version) : From 7300 Bb To 4250 Bc (અંગ્રેજીમાં). Atlantic Publishers & Dist. પૃષ્ઠ 204. ISBN 978-81-269-0615-4.
  4. ત્રિવેદી, નલિની (સંપાદક). "સતી". ગુજરાતી વિશ્વકોશ. મેળવેલ 2024-02-02.
  5. જેટલી, કૃષ્ણવદન (સંપાદક). "તેલુગુ ભાષા અને સાહિત્ય". ગુજરાતી વિશ્વકોશ. મેળવેલ 2024-02-02.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]