Nothing Special   »   [go: up one dir, main page]

લખાણ પર જાઓ

અંબાલિકા

વિકિપીડિયામાંથી

અંબાલિકા (સંસ્કૃત: अम्‍बालिका) કાશીના રાજાની ત્રણ પુત્રીઓ માં સૌથી નાની પુત્રી હતી જેને ભીષ્મ દ્વારા સ્વયંવરમાં જીતી વિચિત્રવિર્ય સાથે પરણાવવા માં આવી હતી. લગ્ન પછી થોડા સમયમા વિચિત્રવિર્યને ક્ષયનો રોગ થવાથી તેઓ નિ:સંતાન મૃત્યુ પામ્યા. અંબાલિકા તથા તેની મોટી બહેન અંબિકાથી રાજ્યને ઉત્તરાધિકારી આપવા માટે સત્યવતીએ ભીષ્મને વિનવ્યા પરંતુ ભીષ્મ પોતાની બ્રમ્હચર્યની પ્રતિજ્ઞામા અડગ રહ્યા.

ત્યાર બાદ સત્યવતીએ તેમના પહેલા પુત્ર ઋષિ વેદવ્યાસને અંબીકા તથા અંબાલીકાથી સંતાનોત્પત્તિ માટે આજ્ઞા આપી. સત્યવતીએ અંબાલિકાને આંખો ખુલ્લી રાખવા ચેતવી હતી અન્યથા તે અંધ બાળકને જન્મ આપત. ઋષિ વેદવ્યાસનું તેજ તથા તેમના ભયંકર રુપને જોતાજ અંબાલિકાએ આંખતો મીચી નહીં પરંતુ તેનો ચહેરો ફિક્કો પડી ગયો, આમ તે રોગીષ્ઠ પાંડુની માતા બની.